T20 World Cup માટે ન્યૂઝીલેંડ ટીમની જાહેરાત, આ દિગ્ગજને સોંપવામાં આવી કેપ્ટનશિપ

T20 World Cup 2024: કેન વિલિયમસન ચોથીવાર ટી20 વર્લ્ડકપમાં ન્યૂઝીલેંડની કમાન સંભાળશે જ્યારે અંગૂઠા પર થયેલી ઇજામાંથી સાજા થઈ રહેલા ઓપનર ડેવોન કોનવેને પણ જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનારી આ મોટી ટુર્નામેન્ટ માટે 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

ન્યૂઝીલેંડ ટીમની જાહેરાત
ડેવોન કોન્વે અંગૂઠાની ઇજાના કારણે IPL માંથી બહાર છે. ટીમમાં બોલર બેટ હેનરી અને બેટ્સમેન ઓલરાઉન્ડર રચિન રવિન્દ્ર જ બે ખેલાડી છે જે પહેલાં ટી20 વર્લ્ડકપ રમ્યા નથી. કેન વિલિયમસન છઠ્ઠીવાર ટી20 વર્લ્ડકપ રમશે. તો બીજી તરફ ટીમ સાઉદીનો આ સાતમો ટી20 વર્લ્ડકપ હશે. 

ટ્રેંટ બોલ્ટ પાંચમીવાર રમશે ટી20 વર્લ્ડકપ
ન્યુઝીલેન્ડ ક્રિકેટના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર રહેલા ટ્રેન્ટ બોલ્ટને પાંચમી વખત T20 વર્લ્ડ કપ ટીમમાં જગ્યા મળી છે. ફાસ્ટ બોલર બેન સીયર્સ પણ ટીમ સાથે કવર તરીકે રહેશે. એડમ મિલ્ને પગની ઘૂંટીની ઈજાને કારણે બહાર છે, જ્યારે કાયલ જેમિસન ગ્રોઈનની ઈજાને કારણે ટીમમાં નથી.

ટીમ20 વર્લ્ડકપ માટે ન્યૂઝીલેંડ ટીમ:
કેન વિલિયમસન (કેપ્ટન), ફિન એલન, ટ્રેન્ટ બોલ્ટ, મિશેલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, ડેરિલ મિશેલ, જિમી નીશમ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, મિશેલ સેન્ટનર, ઈશ સોઢી, ટિમ સાઉદી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news