લંડનના મેયરની ચૂંટણીમાં ભારતીય મૂળના બિઝનેસમેન કૂદયા, પાકિસ્તાની મૂળના નેતાને આપશે ટક્કર

London Mayor Polls: લંડનમાં મેયર પદની યોજાનારી ચૂંટણી દિલ્હી મૂળના બિઝનેસમેન તરૂણ ગુલાટી પણ રેસમાં છે. તેમનો મુકાબલો પાકિસ્તાન મૂળના નેતા અને હાલના મેયર સાજિક ખાન સાથે છે. 

લંડનના મેયરની ચૂંટણીમાં ભારતીય મૂળના બિઝનેસમેન કૂદયા, પાકિસ્તાની મૂળના નેતાને આપશે ટક્કર

Labour Party: બ્રિટનની રાજધાની લંડનમાં મેયર પદ માટે દિલ્હી મૂળના બિઝનેસ મેન પણ રેસમાં છે. આગામી 2 મેના રોજ બ્રિટિશ નગરીમાં મતદાન થશે. મેયર પદ માટે દોડમાં સામેલ ભારતીય મૂળના ઉમેદવાર તરૂણ ગુલાટીનું કહેવું છે કે લંડનના નાગરિકોને તમામ પક્ષોએ નિરાશ કર્યા છે. એટલા માટે તે લંડનની જવાબદારી લેવા માંગે છે જેથી શહેરને એક અનુભવી સીઇઓ તરીકે સંભાળી શકે. તમને જણાવી દઇએ કે તરૂણ ગુલાટીનો મુકાબલો લેબર પાર્ટીના નેતા અને પાકિસ્તાની મૂળના સાદિક ખાન સાથે છે. 

લંડનના હાલના મેયર સાદિક ખાન પહેલાં મુસ્લિમ મેયર જ નહી પરંતુ યૂરોપિયન યૂનિયનની કોઇપણ રાજધાનીના પહેલાં મુસ્લિમ મેયર છે. તેમણે 2016 માં પોતાના પ્રતિદ્વંદ્રી અને કંજર્વેટિવ પાર્ટીના ઉમેદવાર જૈક ગોલ્ડસ્મિથને હરાવ્યા હતા. 

દિલ્હીમાં જન્મેલા ઉદ્યોગપતિ તરુણ ગુલાટીનું કહેવું છે કે તેઓ લંડનમાં જરૂરી અને આકર્ષક રોકાણ કરીને શહેરની કિસ્મતને પુનર્જીવિત કરવા માંગે છે. 63 વર્ષીય ગુલાટી 2 મેના રોજ યોજાનારી ચૂંટણી માટે અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા છે. તેમના સિવાય કુલ 13 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ગુલાટીએ તાજેતરમાં એક ચૂંટણી ભાષણમાં કહ્યું હતું કે, હું લંડનને એક અનોખા વૈશ્વિક શહેર તરીકે જોઉં છું, જ્યાં વિવિધ સંસ્કૃતિઓ ખીલે છે.

તેમણે રેલીમાં લંડનવાસીઓને સંબોધિત કરતાં કહ્યું કે મેયરના રૂપમાં હું લંડનની બેલેન્સ શીટ એ પ્રકારે બનાવીશ કે આ રોકાણકારો માટે સૌથી સુવિધાજનક વિકલ્પ હોય. તમામ લંડનવાસીઓ માટે સુરક્ષા અને સમૃદ્ધિની રક્ષા કરવામાં આવશે. હું એક અનુભવી સીઇઓની માફક લંડનને સારી દિશામાં બદલીશ અને ચલાવીશ. લંડન એક એવું શહેર છે જ્યાં નફાનો અર્થ બધાની ભલાઇ થશે. તમે બધા મારી આ યાત્રાનો ભાગ હશો. આવો આપણા લંડન શહેર માટે આમ કરીએ. 

લંડન મેયરની ચૂંટણી જીતવા માટે તમે શું પ્લાનિંગ કરી રહ્યા છો? આ સવાલના જવાબમાં ગુલાટી કહે છે કે, જો બધા વોટ આપવા આવશે તો હું ચૂંટણી જીતીશ. શેડો કેબિનેટમાં સામેલ તરુણ ગુલાટીએ સિટી બેંક અને એચએસબીસી સાથે છ દેશોમાં કામ કર્યું છે. તેઓ HSBC માં ઇન્ટરનેશનલ મેનેજર રહી ચુક્યા છે. ગુલાટીએ કહ્યું, “હું લંડનને એક અનોખા વૈશ્વિક શહેર તરીકે જોઉં છું. "તે વિશ્વની વૈશ્વિક બેંક જેવું છે, જ્યાં સમગ્ર વિશ્વમાંથી લોકો એકઠા થાય છે."

કોણ છે તરૂણ ગુલાટી
તરૂણ ગુલાટીનો જન્મ જોકે દિલ્હીમં થયો હતો પરંતુ તે ગત 20 વર્ષોથી લંડનમાં રહે છે. લંડનમાં મેયર પદ માટે અપક્ષ ઉમેદવાર તરીકે ગુલાટીની શહેરના રાજનેતાઓ અને પાર્ટીઓ પ્રત્યે ખૂબ નારાજગી છે. તેમનું કહેવું છે કે તે લંડનવાસીઓ માટે કંઇક અલગ કરવા માંગે છે. તેમનો દાવો છે કે હાલના મેયરે લંડનને સંપૂર્ણપણે ઠપ્પ કરી દીધું છે અને જો તે ચૂંટણી જીતે જશે તો રાજધાનીના રસ્તા સંપૂર્ણપણે બદલી દેશે. તેમણે ચૂંટણી તેમની મુખ્ય પ્રાથમિકતા લંડનને ફરીથી આગળ વધારવાની છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news