NASA એ કચ્છની અંતરિક્ષથી લીધેલી અદભૂત તસવીર શેર કરી, જ્યાં 6900 વર્ષ પહેલા ઉલ્કા પડી હતી

Gujarat Luna crater: NASA એ ગુજરાતના કચ્છ જિલ્લામાં રહેલા લૂના ક્રેટરની એક આકર્ષક તસવીર પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે. જેને 24 ફેબ્રુઆરીના રોજ લેન્ડસેટ 8 ઉપગ્રહના માધ્યમથી કેપ્ચર કરવામાં આવી હતી

NASA એ કચ્છની અંતરિક્ષથી લીધેલી અદભૂત તસવીર શેર કરી, જ્યાં 6900 વર્ષ પહેલા ઉલ્કા પડી હતી

NASA : નાસાએ ગુજરાતના કચ્છની એક અદભૂત તસવીર શેર કરી છે. અમેરિકન અંતરિક્ષ એજન્સીએ આ લૂના ક્રેટર (Luna Crater) ની તસવીરને 24 ફેબ્રુઆરીના રોજ લેન્ડસેટ 8 ઉપગ્રહના માધ્યમથી કેપ્ચર કરી હતી. NASA એ આ સાઈટ પર રહેલા અનેક અવશેષોનું રેડિયોકાર્બન ડેટિંગ કર્યુ હતું. જેના બાદ ટીમને માલૂમ પડ્યુ હતું કે, આજથી 6900 વર્ષ પહેલા ઉલ્કાપીંડના પ્રભાવથી બની છે. 

આ તસવીરને 24 ફેબ્રુઆરીના રોજ લેન્ડસેટ 8 ઉપગ્રહ દ્વારા ક્લિક કરાઈ હતી. NASA એ પોતાની એક પોસ્ટમાં જણાવ્યું કે, લેન્ડસેટ 8 ઉપગ્રહ પર રહેલા ઓપરેશનલ લેન્ડ ઈમેજરનો ઉપયોગ કરીને આ તસવીરને ખાસ રીતે ક્લિક કરવામાં આવી છે. 

નાસાએ શેર કરી તસવીર
નાસાએ પોતાની પોસ્ટમાં કચ્છમાં આવેલા લૂના ક્રેટરની તસવીર શેર કરતા કહ્યું કે, તમે ક્લેયર ડી લૂના વિશે તો સાંભળ્યુ જ હશે. આ લૂનાની તસવીરને લેન્ડસેટ 8 ઉપગ્રહના માધ્યમથી ફેબ્રુઆરી, 2024 માં કેપ્ચર કરાઈ છે. આ ભારતમાં ગુજરાતના મેદાની વિસ્તારમાં એક ઉલ્કાપીંડથી પ્રભાવિત સ્થળ છે. જેનું નામ લૂના ક્રેટર છે. 

 

The #Landsat 8 satellite captured this image of a meteorite impact site—Luna crater—located in India's Gujarat state in the Banni Plains grassland in February 2024. https://t.co/EnV3LbCPsM pic.twitter.com/Z7xvSwZ4Xq

— NASA Earth (@NASAEarth) April 27, 2024

 

ઉલ્કાપીંડ હોવાના સંકેત મળ્યા હતા
અમેરિકન અંતરિક્ષ એજન્સીએ પોતાની એક માહિતીમાં જણાવ્યું હતું કે, ભારતીય વૈજ્ઞાનિકોને આશંકા હતી કે, ઉલ્કાપીંડના પૃથ્વી પર પડ્યા બાદ આ લૂના ક્રેટર બન્યું હતું. જોકે, હજી સુધીને પુષ્ટિ થઈ નથી કે, તે બહારના અંતરિક્ષ વિસ્તારમાંથી આવેલ કોઈ વસ્તુનું કારણ બન્યું હોય. NASA એ કહ્યું કે, હવે સંરચનાના એક ભૂ-રાસાયણિક વિશ્લેષણથી માલૂમ પડ્યુ છે કે, તેમાં ઉલ્કાપીંડના પ્રભાવથી બનેલા વિશેષ લક્ષણો સામેલ છે. 

6900 વર્ષ પહેલા બન્યું હતું લૂના ક્રેટર
નાસાએ જણાવ્યું કે, સાઈટ પર રહેલા અનેક અવશેષોનું રેડિયોકાર્બન ડેટિંગ કરવામાં આવ્યું, જેના બાદ ટીમને માલૂમ પડ્યું કે, આજથી 6900 વર્ષ પહેલા ઉલ્કાપીંડના પ્રભાવથી આ બન્યુ હતું. નાસાએ આગળ કહ્યું કે, જોકે એ હજી જાણી શકાયુ નથી કે તેનું નિર્માણ માનવીના આગમન પહેલા થયું હતું કે નહિ.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news