મોકો ચૂકતા નહી! ₹1.14 લાખ સસ્તી મળી રહી છે આ કાર, આ ગ્રાહકોને મળશે ટેક્સ ફ્રી કાર

Maruti Suzuki Dzire price: મારૂતિ સુઝુકી (Maruti Suzuki) એ ગ્રાહકો માટે ડિઝાયર  (Dzire) કાર ટેક્સ (Tax) ફ્રી કરી દીધી છે. CSD ના માધ્યમથી કાર ખરીદનાર ગ્રાહકોને 1.14 લાખ રૂપિયા સુધીની બચત કરી શકે છે. દેશના જવાનોએ આ કાર ટેક્સ ફ્રી મળી જશે. 

મોકો ચૂકતા નહી! ₹1.14 લાખ સસ્તી મળી રહી છે આ કાર, આ ગ્રાહકોને મળશે ટેક્સ ફ્રી કાર

Maruti Suzuki Dzire CSD Price: મારૂતિ સુઝુકી (Maruti Suzuki) એ પોતાની ડિઝાયર (Dzire) સેડાન કારને આપણા દેશના જવાનો માટે સીએસડી  (Canteen Stores Department) ના માધ્યમથી ઉપલબ્ધ કરાવી દીધી છે. આ કાર લેનાર ગ્રાહકોને જીએસટીમાં મોટી છૂટ મળી જાય છે. એપ્રિલ 2024 માં મારૂતિ ડિઝાયરની સીએસડી કિંમત અપડેટ છે. એટલા માટે આજે અમે મારૂતિ સુઝુકી ડિઝાયર કેન્ટીનની કિંમતોની તુલના એક્સ-શો રૂમથી કરીશું અને જોવાનો પ્રયત્ન કરીશું કે આપણા સૈનિક સીએસડી ચેનલના માધ્યમથી ડિઝાયર ખરીદીને કેટલી બચત કરી શકે છે. 

1.14 લાખ રૂપિયાની બચત
મારૂતિ સુઝુકી (Maruti Suzuki) એ તાજેતરમાં જ સીએસડી કિંમત અપડેટ કરી છે. મારુતિ ડીઝાયર સીએસડી અને એક્સ-શોરૂમ કિંમતની સરખામણી દર્શાવે છે કે ડીઝાયરની સીએસડી કિંમત સ્ટાન્ડર્ડ એક્સ-શોરૂમ કિંમતની સરખામણીમાં લગભગ રૂ. 86,000 થી રૂ. 1.14 લાખ જેટલી ઓછી છે.

મારૂતિ ડિઝાયર CSD VS એક્સ શો રૂમ પ્રાઇસ

1.2L પેટ્રોલ-મેન્યુઅલ
વેરિએન્ટ એક્સ શોરૂમ અંતર CSD પ્રાઇસ
LXI Rs. 6,56,500 Rs. 86,112 Rs. 5,70,388
VXI Rs. 7,49,250 Rs. 96,508 Rs. 6,52,742
ZXI Rs. 8,17,250 Rs. 1,03,840 Rs. 6,52,742
ZXI Plus Rs. 8,88,750 Rs. 1,11,544 Rs. 7,77,206
1.2L પેટ્રોલ-ઓટોમેટિક
VXI Rs. 7,99,250 Rs. 1,07,352 Rs. 6,91,898
ZXI Rs. 8,67,250 Rs. 1,14,782 Rs. 6,91,898
ZXI Plus Rs. 9,38,750 Not Available Not Available
1.2L CNG-મેન્યુઅલ
VXI        Rs. 8,44,250 Rs. 98,398 Rs. 7,45,852
ZXI Rs. 9,12,250 Rs. 1,06,429 Rs. 8,05,821

એપ્રિલના અંત અને મેની શરૂઆતમાં બનશે શુભ રાજયોગ, 5 રાશિઓને પડી જશે મૌજ
Chaturgrahi Yog: ચાર મોટા ગ્રહ મચાવશે ધમાલ, રાત-દિવસ નોટો છાપશે આ રાશિના લોકો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news